અમદાવાદ : વિદ્યાર્થીઓએ કહયું, બંધને અમારો ટેકો પણ બંધથી અમારો અભ્યાસ બગડે છે

New Update
અમદાવાદ :  વિદ્યાર્થીઓએ કહયું, બંધને અમારો ટેકો પણ બંધથી  અમારો અભ્યાસ બગડે છે

અમદાવાદની

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પણ આજે એનએસયુઆઇના કાર્યકર્તાઓ દ્વારા

કોલેજોને બંધ કરવામાં આવી હતી. જો કે બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. 

બિન સચિવાલય

પરીક્ષા મુદ્દે પરીક્ષાર્થીઓમાં રોષ ફેલાયો છે. કોંગ્રેસે પણ આંદોલનકારી

પરીક્ષાર્થીઓનેે ટેકો જાહેર કરી શનિવારના રોજ કોલેજો બંધ રાખવાનું એલાન આપ્યું

હતું.  અમદાવાદની

કોલેજોમાં જઈને એનએસયુઆઇ દ્વારા દરેક કોલેજમાં બંધ કરવામાં આવી છે તથા સરકારને પણ

સામે કહેવામાં આવ્યું છે કે જો બિન સચિવાલય પરીક્ષા રદ કરવામાં આવશે નહીં તો

આંદોલનને ઉગ્ર બનાવાશે. કોલેજમાં ભણતાં વિદ્યાર્થીએ જણાવ્યું કે અમે પણ આ મામલે

એનએસયુઆઈ સાથે છીએ પરંતુ બંધ પાળવાથી અમારો પણ અભ્યાસક્રમ બગડે છે તેની પણ તેમને

નોંધ લેવી જોઈએ.