અમદાવાદ : ૧૪૨મી રથયાત્રામાં સુરક્ષા જવાનો દ્વારા કરાયું ગ્રાન્ડ રિહર્સલ

New Update
અમદાવાદ : ૧૪૨મી રથયાત્રામાં સુરક્ષા જવાનો દ્વારા કરાયું  ગ્રાન્ડ રિહર્સલ

અમદાવાદમાં 142મી રથયાત્રામાં સુરક્ષા પુરી પાડવા શહેર પોલીસ સજ્જ. ગુજરાતનો સૌથી મોટો પોલીસ બંદોબસ્ત એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા. રથયાત્રા અનુસંધાને ગ્રાન્ડ રિહર્સલ કર્યું.

રથયાત્રા રૂટ પર 25000 પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ્ત, રૂટની સુરક્ષા 26 ભાગોમાં વહેચાઈ. SRP, CAPFની 27 ટુકડી તહેનાત, ત્રણ રથ, 19 હાથી, 100 ટ્રક, 30 અખાડા,ભજનમંડળી-બેન્ડ સહિત સાત મોટરકાર જોડશે. મુવીગ બંદોબસ્તમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને અપાઈ. ભજનમંડળીઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મી અને મહિલા ક્રાઈમ બ્રાન્ચને જવાબદારી અપાઈ. રથ, હાથી, ટ્રકો, અખાડા અને ભજનમંડળીની સુરક્ષની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને. મુવીગ બંદોબસ્તમાં ક્રાઈમ બ્રાન્ચ જેસીપી, 5 DCP, 15 ACP, 37 PI, 177 PSI સહિત રથયાત્રાના બંદોબસ્તને રેન્જઓમાં વહેચાયો છે જેમાં દરેક રેન્જમાં એસપી કક્ષાના અધિકારીને જવાબદારી સોપાઈ છે. જેમાં 8 IG, 23 DCP, 44 ACP, 119 PI એમ મળી કુલ 25000 પોલીસકર્મીઓ તહેનાત રહેશે.

રથયાત્રાના 45 સ્થળો પર 94 CCTV કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે. રૂટ પર ડ્રોનથી પણ નિરીક્ષણ કરાશે. 15 QRT ટીમ પણ તહેનાત. 8 પોલીસ સ્ટેશનમાં મીની કંટ્રોલરૂમ બનાવ્યા, 17 જનસહાયતા કેન્દ્ર બનાવ્યા, રૂટ પર સીસીટીવી વાન પણ રહેશે.

Latest Stories