/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/DJ633ZjU8AATZEj.jpg)
નર્મદા જિલ્લાનાં કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમ તેમજ ડભોઈનાં કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતે એપીએમસીનાં નવા માર્કેટ યાર્ડ તથા અમર ડેરીનું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ ઉપરાંત હની પ્રોડક્શન સેન્ટરનું ખાતમુહૂર્ત પણ મોદીનાં હસ્તે કરવામાં આવ્યુ હતુ.
વધુમાં અમર ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ તેમજ ડેરી સાયન્સ કોલેજ અને હરિકૃષ્ણ તળાવનું લોકાર્પણ પણ પીએમ મોદીનાં હસ્તે કરવામાં આવ્યુ હતુ.અમર ડેરીમાં અંદાજીત 1.50 લાખ કિલોગ્રામ દૂધ ભેગું કરવામાં આવે છે.અને 10 એકરમાં હની ફાર્મમાં સહકારી માધ્યમથી મધનું ઉત્પાદન શરુ થશે.
આ ઉપરાંત પીએમ મોદીએ જાહેરસભામાં જનમેદનીને સંબોધન કર્યુ હતુ.પીએમ મોદીએ જણાવ્યું હતુ કે અમરેલી આધુનિક ટેક્નોલોજીમાં પ્રથમ જિલ્લો છે. મોદીએ પી પી સોજીત્રા અને દિલીપ સંગાણીની સહકારી ક્ષેત્રમાં કામગીરીને બિરદાવી હતી.વધુમાં મોદીએ જેવી રીતે દૂધ લાવવામાં આવે છે તેજ રીતે મધ પણ લાવી શકાય તેવી યોજના બનાવવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતુ.
અમરેલી જિલ્લાના વખાણ કરતા પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં APMCની દુનિયામાં અમરેલી સૌથી પહેલુ હતુ અને હવે ટેક્નોલોજીની દિશામાં અમરેલી પ્રથમ બન્યું છે.વ્હાઇટ રિવોલ્યુશન,ગ્રીન રિવોલ્યુશન બાદ હવે મધુક્રાંતિની શરૂઆત થઇ છે.
અમરેલીમાં જનમેદનીને સંબોધન દરમિયાન વધુમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે ખેડૂત પોતાના ખેતરનાં છેડે ઇમારતી લાકડા વાવે અને તેમને વન ખાતુ કે સરકાર પણ હેરાન નહિ કરે.વધુમાં પશુપાલનની પધ્ધતિ બદલવી જરૂરી હોવાનું જણાવીને તેઓએ ખેડૂતને સુરક્ષિત કરવાએ એજ સરકારનો ધ્યેય હોવાનું જણાવ્યુ હતુ.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા,મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,પૂર્વ સીએમ આનંદીબેન પટેલ,સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.