Connect Gujarat
ગુજરાત

અમરેલી : એપીએમસી ધમધમતી થઇ પણ યોગ્ય ભાવો ન મળતાં ખેડૂતો નિરાશ

અમરેલી : એપીએમસી ધમધમતી થઇ પણ યોગ્ય ભાવો ન મળતાં ખેડૂતો નિરાશ
X

મહા વાવાઝોડાની અસર બાદ આજથી અમરેલી

જિલ્લાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ ફરીથી ધમધમતી થઇ હતી. અમરેલી અને

સાવરકુંડલા સહિતના એપીએમસી ખાતે ખેડૂતો તેમની જણસો વેચવા માટે આવ્યાં પણ હરાજીમાં

પોષણક્ષમ ભાવ નહિ મળતાં તેઓ નિરાશ થયાં હતાં.

અમરેલી અને સાવરકુંડલા ખાતે આવેલાં

એપીએમસી ખાતે વાહનોની કતાર જોવા મળી રહી છે.કપાસ અને મગફળી લઇને ખેડૂતો પોતાની

ખેતપેદાશો લઈને યાર્ડમાં ઉમટયા છે અને 100 ખેડૂતો કપાસના પોટકાઓ લઈને યાર્ડમાં

વેચાણ કરવા માટે બેઠા છે.

મહા વાવાઝોડાની ટળેલી આફત બાદ પાંચ દિવસથી એપીએમસી બંધ હતી. એપીએમસી ફરીથી ધમધમતી

થઇ હતી પણ હરાજીમાં ખેડૂતોને પૂરતા ભાવો ન મળતા હોવાનો ખેડૂતો વસવસો વ્યક્ત કરી રહ્યા છે અને

સરકાર પાક વિમાની રકમ ચુકવે તેવી તેમણે માંગ કરી છે. ખેડૂતોને 850 થી 925 રૂપિયા મગફળીના જયારે કપાસના 950 થી 1025 રૂપિયા સુધીનો ભાવ હરાજીમાં મળી રહયો

છે.

Next Story