Connect Gujarat
Featured

અમરેલી : કોરોનાને પહોંચી વળવા સેનેટાઇઝિંગ ટનલનું કરાયું નિર્માણ, ઇટાલીની પદ્ધતિ મુજબ 5 સેકન્ડમાં જ થવાશે જીવાણુમુક્ત

અમરેલી : કોરોનાને પહોંચી વળવા સેનેટાઇઝિંગ ટનલનું કરાયું નિર્માણ, ઇટાલીની પદ્ધતિ મુજબ 5 સેકન્ડમાં જ થવાશે જીવાણુમુક્ત
X

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસના ભરડામાં છે, ત્યારે કોરોનાની મહામારીને પહોંચી વળવા ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સમયે વહીવટી તંત્ર પણ અલગ-અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરી કોરોનાની મહામારી સામે બાથ ભીડવા આગળ આવ્યું છે.

અમરેલી જિલ્લા નગરપાલિકા દ્વારા

લોકડાઉનમાં સતત કાર્યરત પોલીસકર્મીઓ, આરોગ્યકર્મીઓ

તેમજ સફાઈકર્મીઓ સાથે 24 કલાક કાર્યરત સેવકર્મીઓના આરોગ્યની તકેદારી માટે

અતિઆધુનિક સેનેટાઝિંગ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આવા સમયે 24 કલાક

પોતાની ફરજ નિભાવતા જવાનોને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા તેમજ જીવાણુમુક્ત

કરવા અમરેલી નગરપાલિકાએ એક નવતર પહેલ કરી છે. આ ટનલમાં પ્રવેશ કરતાં જ કોઈ પણ

વ્યક્તિનું સંપૂર્ણ શરીર સેનેટાઈઝ પામે છે અને જીવાણુમુક્ત બને છે.

અમરેલી નગરપાલિકાના એન્જીનીયર ખોરાસીયાએ સેનેટાઝિંગ ટનલ વિશે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, પોલીસકર્મીઓ, ટ્રાફિકપોલીસ, નગરપાલિકાના સફાઈ કર્મીઓ લોકડાઉનમાં પણ કોરોનાના સંક્રમણ વચ્ચે સતત કાર્યરત છે, ત્યારે તેઓ પોતાની ફરજ પરથી પોતાના ઘરે જાય ત્યારે તેઓ સંપૂર્ણ રીતે જીવાણુમુક્ત હોય તે અત્યંત જરૂરી છે. તેથી તેમના સ્વાસ્થ્યની તકેદારી માટે અને તેમને સેનેટાઇઝિંગ કરવા આ પ્રકારની પહેલ કરવામાં આવી છે. જેમાં ઈટાલીની પદ્ધતિ પ્રમાણેના મશીનનો વીડિયો જોઈ પ્રેરણા મેળવી માત્ર ૩૬ કલાકમાં જ સેનેટાઇઝિંગ ટનલ બનાવવામાં આવી છે. અમરેલીના મિકેનિકલ વર્કસના યુવા એન્જીનીયરોના સતત સંપર્કમાં રહી તેમજ જિલ્લા કલેકટરના તથા નગરપાલિકા સદસ્ય ગણના માર્ગદર્શન મુજબ ઉપરાંત આરોગ્ય વિભાગની સૂચના પ્રમાણે તાત્કાલિક ધોરણે અદ્યતન સેનેટાઈઝીંગ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટનલની લંબાઈ 12 ફૂટ છે. ટનલની બહાર તરફ પમ્પ લગાડવામાં આવ્યો છે, તેમજ ફક્ત 12 ડીસી કરંટનું વીજ કનેક્શન આપવામાં આવ્યું છે. આ ટનલમાં 24 કલાક પાણી તેમજ સેનીટાઇઝીંગનો સપ્લાય મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.

Next Story