/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/10181030/maxresdefault-130.jpg)
અમરેલી પંથકમાં માનવભક્ષી દિપડાઓના આતંકથી લોકોમાં
ભયનો માહોલ છે ત્યારે બગસરાના કાગદડી ગામે મુકવામાં આવેલાં પાંજરામાં એક માનવભક્ષી
દીપડી પુરાઇ ગઇ છે.
અમરેલીના વિવિધ ગામડાઓમાં લોકો હાલ ભયથી કાંપી રહયાં
છે અને તેનું કારણ છે માનવભક્ષી દીપડાઓ. દીપડાઓના આતંકના કારણે લોકો ઘરની બહાર
નીકળતાં ગભરાય રહયાં છે. ખેતી કરવા ખેતરમાં ખેડૂતોને પોતે પાંજરામાં પુરાઇ રહેવું
પડે છે. માનવભક્ષી દિપડાઓને ઝડપી પાડવા માટે વન વિભાગની 100થી વધારે ટીમો કામે લાગી
છે અને 30થી વધુ જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યાં છે. માનવભક્ષી દીપડાઓને દેખો ત્યાંથી
ઠાર મારવાનો આદેશ સરકારે આપ્યો છે. બગસરા પાસે આવેલા કાગદડી ગામે મુકવામાં આવેલાં
પાંજરામાં એક દીપડી ઝડપાય છે અને તેની વધુ તપાસ વન વિભાગ કરી રહયું છે. પંથકમાં
હજી બે માનવભક્ષી દીપડા હોવાનું વન વિભાગ તરફથી જાણવા મળી રહયું છે. બીજી તરફ
દીપડાઓને પકડવાનું અભિયાન ચાલી રહયું હોવાથી જાનહાનિ ન થાય તે માટે કલમ 144 લાગુ કરવામાં આવી હોવાનું
કલેકટર આયુષ ઓકે જણાવ્યું છે.