અરવલ્લી:એક બાજુ વરસાદ નથી તો બીજી બાજુ પાણીનો વેડફાટ, તંત્રનું કેમ નથી જતું ધ્યાન!

New Update
અરવલ્લી:એક બાજુ વરસાદ નથી તો બીજી બાજુ પાણીનો વેડફાટ, તંત્રનું કેમ નથી જતું ધ્યાન!

અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા નથી. વરસાદ ન થવાને કારણે ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા જગતનો તાત મુંઝવણમાં મુકાઈ ગયો છે તો બીજી બાજુ શહેરી વિસ્તારોમાં પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. મોડાસા શહેરના જીઇબી અને મહિલા પોલિસ સ્ટેશન નજીક પાણીની પાઇપ લીકેજ થતાં રોજ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. છેલ્લા કલાય સમયથી રોડ પર પાઇપ લાઇન તૂટી ગઇ છે જેને કારણે પાણીની અછત વચ્ચે તંત્રની બેદરકારીએ રોજનું હજ્જારો લીટર પાણી રસ્તા પર ફરી વળે છે.

જીઇબી નજીક તૂટેલી પાણીની પાઇપલાઇનથી વ્યર્થ ગયેલું બધુ પાણી મહિલા પોલિસ સ્ટેશનન આગળ ભરાઇ જવાની સ્થિતિ ઉભી થઇ છે. સ્થાનિક લોકો પાણીને બચાવવા પાઇપ લાઇન રીપેરિંગ કરવાની ભારે જહેમત તો ઉઠાવી રહી છે, પણ ઠીક નથી થતી. સ્થાનિક લોકો પાણી રોકવા જહેમત ઉઠાવી રહ્યા છે, તો તંત્ર પાસે સમય કેમ નથી તે એક સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.