અરવલ્લી : મોડાસાના નવીન બસ સ્ટેશનની પ્રોટેક્શન વૉલ ધરાશાયી થતાં 7 મકાનોને નુકશાન

મોડાસા શહેરમાં ૬૫ કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક આઈકોનિક એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા બસ સ્ટેન્ડ બનાવવાની જાહેરાત કરી ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું નિર્માણ થઈ રહેલું અત્યાધુનિક બસ સ્ટેન્ડ વૃંદાવન સોસાયટીના રહીશો માટે દોઝખ ભર્યું બની રહ્યું છે.હાલ મોડાસા અત્યાધુનિક બસ સ્ટેન્ડનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીના ભોગે બસ સ્ટેન્ડને અડીને આવેલ વૃંદાવન સોસાયટીની પ્રોટેક્શન વોલ તૂટી જતા ૭ થી વધુ મકાનોનો પાછળનો ભાગ જમીનદોસ્ત થતા ગમે તે ઘડીયે ધરાશાયી થવાની દહેશત પેદા થઈ છે. વરસતા વરસાદમાં સોસાયટીના રહીશો ઘર બહાર રાત વિતાવાનો વારો આવ્યો છે. સોસાયટીના રહીશોના કોન્ટ્રાક્ટરને રજુઆત કરવા છતાં કોન્ટ્રાક્ટરે પ્રોટેક્શન દીવાલ તૂટી જતા પડેલા ખાડાઓ પુરવા અને નક્કર કાર્યવાહી કરવાનું મુનાસીબ નહિ માનતા સોસાયટીના રહીશોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ૨ થી ૩ મકાન માલિકો તો ગભરાઈ જઈ મકાનોને તાળા મારી સંબંધીના ઘરે રહેવા મજબુર બન્યા છે.
વૃંદાવન સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે ખાતમુહર્ત થયેલું અત્યાધુનિક બસ સ્ટેન્ડ અમારા માટે અભિશાપ સમાન બની રહ્યું છે. કોન્ટ્રાક્ટરને શરૂઆતમાં જ પ્રોટેક્શન દીવાલ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમ છતાં બેદરકારી દાખવી મનફાવે તેમ ખોદકામ કરતા પ્રોટેક્શન દીવાલ તૂટી જતા ૭ મકાનોના પાછળના ભાગે ભારે નુકસાન થતા આ અંગે નગરપાલિકાના તંત્ર અને ડિઝાસ્ટર તંત્રમાં રજુઆત કરતા દેખાવપૂર્તિ સ્થળ તપાસ કરી નગરપાલિકા ચીફ ઓફિસર, એન્જિનિયર અને ડિઝાસ્ટર તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી ન કરતા હાલ વરસાદ વરસતો હોવાથી ગમે ત્યારે મકાનો ધરાશાયી થવાની અને માલ-જાન ને નુકશાન થશે તો જવાબદારી તંત્રની રહેશેનું રોષ પૂર્વક જણાવ્યું હતું.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMTઅમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું...
2 July 2022 12:57 PM GMTસુરત : આંતરિક જૂથવાદના કારણે APMCના ચેરમેન પદેથી રમણ જાનીનું...
2 July 2022 12:27 PM GMT