અરવલ્લી : મોડાસાના બાકરોલ અને ગોખરવાને કોઝ વે પર પાણી ફરી વળ્યા

New Update
અરવલ્લી : મોડાસાના બાકરોલ અને ગોખરવાને કોઝ વે પર પાણી ફરી વળ્યા

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે માલપુર મોડાસા મેઘરજ બાયડ અને ભિલોડામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભારાયા છે તો ક્યાંક કોઝ વે તૂટી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

ઉપરવાસમાં વધુ વરસાદને કારણે મેશ્વો જળાશયમાં પાણીની આવક થઈ છે જેને કારણે વચ્ચે આવતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. મેશ્વો જળાશયમાં 7000થી વધારે ક્યુસેક પાણીની આવક થઈ ચૂકી છે ઉપરવાસનુ વધારાનું પાણી નદી મારફતે આગળ વધી રહ્યું છે, જેથી મોડાસા નજીક બાકરોલ ગોખરવા વચ્ચેનો કોઝવે તૂટી ગયો છે. કોઝવે તૂટી જવાના કારણે મેશ્વો નદીનું પાણી કોઝ વે પર ફરી વળ્યું છે. કોઝ વે પરથી પાણી ફરી વળતા રખિયાલ ગામ થઇને જતાં વાહન વ્યવહારને અસર થઇ છે. ટિંટિસર, સરડોઇ, લાલપુર, દાવલી સહિતના ગામડાંઓમાં જવા માટે મેઢાસણ થઇને જવું પડી રહ્યું છે.