અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસ ના હાથ માંથી સત્તા સરકી

New Update
અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસ ના હાથ માંથી સત્તા સરકી

CM સહિત 44 ધારાસભ્યો પીપીએમાં જોડાયા

અરુણાચલ પ્રદેશમાં પુનઃ એકવાર રાજકીય ઉથલપાથલ જોવા મળી છે, ન્યાયિક લડત બાદ કોંગ્રેસને મળેલી સત્તા ફરી એક વખત હાથ માંથી સરકી ગઈ છે.

કોંગ્રેસના હાથમાંથી અરૂણાચલપ્રદેશ સરકી રહ્યુ હોવાનું જણાઇ રહ્યું છે.અરુણાચલ પ્રદેશના કોંગ્રેસી CM પેમા ખાંડુ સહિત 44 ધારાસભ્યો પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલ સાથે જોડાઇ ગયા છે.

ત્યારે 60 સીટો ધરાવતી અરૂણાચલ પ્રદેશની વિધાનસભામાં કોંગ્રેસની હવે માત્ર 1 જ સીટ બચી છે.

આ રીતે ફરી એકવાર રાજ્યની સત્તા અપ્રત્યક્ષ રૂપે ભાજપના હાથમાં આવી ગઇ છે. ઉલ્લેખનીય છે કે અરૂણાચલપ્રદેશમાં ગત વર્ષથી શરૂ થયેલી અસ્થિરતા હજી સુધી યથાવત છે.