અરુણિમા સિંહાની બાયોપિકમાં અમિતાભ-કંગના સાથે દેખાશે

New Update
અરુણિમા સિંહાની બાયોપિકમાં અમિતાભ-કંગના સાથે દેખાશે

અમિતાભ બચ્ચન એક બોયોપિક ફિલ્મમાં નજરે ચડશે. આર. બાલ્કી વોલીબોલ પ્લેયર અને માઉન્ટ એવરેસ્ટ ચડનારી પ્રથમ દિવ્યાંગ મહિલા અરુણિમા સિંહાની બાયોપિક બનાવાનો છે. જેમાં અરુણિમાનું પાત્ર કંગના અને તેના કોચની ભૂમિકા અમિતાભ બચ્ચન ભજવશે.

અમિતાભ બચ્ચન આર. બાલ્કીનો હંમેશાથી ફેવરિટ રહ્યો છે. તેની દરેક ફિલ્મમાં તે બિગ બીને નાની-મોટી ભૂમિકામાં ગોઠવી દે છે. અરુણિમા સિંહા ભારતીય વોલીબોલ પ્લેયર છે.

2011નાં એક ટ્રેન અકસ્માતમાં તેણે એક પગ ગુમાવી દીધો છે. દિવ્યાંગ હોવા છતાં તેણે માઉન્ટ એવરેસ્ટ ચઢીને ભારતનું નામ રોશન કર્યું છે.