/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/gfhgfh.jpg)
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ સ્ટડીઝના નવા વિદ્યાર્થીઓ માટે "Freshers Party" નું આયોજન કરાયું હતું.જેમાં નવા વિદ્યાર્થીઓને આવકાર આપવા અને કૉલેજ સાથે અવગત કરાવવા માટે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા આ પાર્ટીનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજમાં જ અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત આવકાર સમારંભમાં કુલ ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ સહિત પ્રાધ્યાપક અને કોલેજ ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમમાં સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા નવઆગંતુક ૧૮૦ જેટલા નવા વિદ્યાર્થીઓને AIBS પરિવારમાં તેમના આગમન બદલ સ્વાગત કર્યું હતું.
AIBS કોલેજના ડિરેક્ટર આર. પી.પટેલ, ઈન.પ્રિન્સીપાલ ર્ડા. સુનિલ ત્રિવેદી સર અને તમામ ફેકલ્ટીના સહયોગથી કાર્યક્રમ સફળ રીતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં કોલેજનાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ૧૭ જેટલાં નૃત્ય અને સંગીતની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના સિનિયર વિદ્યાર્થીઓમાં એમ.કોમ ફાઇનલની કુ.ધરા ડાંગરવાલા, ટી.વાય.બી.બી.એ.ના સૌમિલ ઠક્કર,એલ્યુમીની નીલ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડી.જે.ના તાલે ઝુમી અને ભોજન લઈ સૌ છૂટા પડયા હતા.