/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/vbvb.jpg)
- હું સરદારના દિવ્ય આત્માને નમન કરતા કહું છું કે દેશ ભટકે નહીં અને આપનો દિવ્ય માર્ગ સારા માર્ગે દેશ ને લઇ જાય-નંદકુમાર અધ્યક્ષ રાષ્ટ્રીય આદિજાતિ આયોગ
સોનભદ્રમાં સામુહિક હત્યાકાંડ મુદ્દે કેન્દ્રીય આદિજાતિ આયોગના અધ્યક્ષ નંદકુમારે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ એક દુઃખદ ઘટના છે. આજે દેશની આઝાદીને 70 વર્ષ થવા આવ્યા ત્યારે નાની નાની બાબતો ને લઇ ને આવી ઘટનાઓ બને છે. ત્યારે આવનારા સમય માં જે વિકૃતિઓ આવી રહી છે. જે ખરાબ કહેવાય,જે દેશ એક સમયે આખા વિશ્વ ને જ્ઞાન આપતો હતો અને આવીને લોકો જીવન જીવવાનો એક સંદેશો લઇ જતા હતા અનાચાર બહુ થઇ રહ્યા છે,નાની છોકરીઓ સાથે બળાત્કારની ઘટનાઓ બને છે. ટીવી પર આવી અનેક ખબરો આવે છે. ત્યારે હું - હું સરદારની પ્રતિમા પાસે ઉમ્મીદ છે અને પરમાત્મા દેશ ને એક ફરી નવી દિશા આપે એવી પ્રાર્થના કરું છું અને સરદાર પટેલ ને નમન કરું છું ને તમારો આશીર્વાદ પણ મળે એ દેશ ભટકે નહીં એ આપનો દિવ્ય આત્મા સારો માર્ગ આપે.
બેટી પઢાવો બેટી બચાવો પ્રધાનમંત્રી યોજના બચાવો યોજનાના નામે લોકો વચ્ચે ફોર્મ વહેંચવામાં આવ્યા હતા.કોક સાતીર દિમાગના વ્યક્તિએ આખી યોજના ચલાવી હતી જેમાં દીકરીના પિતાને 18 વર્ષની દિકરી થાય તો પિતાને 2 લાખ રૂપિયા સહાય મળશે.જેથી નર્મદા જિલ્લાનાં હજારો લોકોએ ફોર્મ મેળવવા પડાપડી કરી હતી. તકસાધુઓએ આ ફોર્મ ભરવા માટે 100 થી 200રૂપિયા પણ પડાવ્યા હતા.આ ભરેલ ફોર્મ કેન્દ્રીય મહિલા કલ્યાણ વિભાગને દિલ્હી મોકલવા માટે પોસ્ટ ઓફિસોમાં ભારે ધસારો થતા જ આખી વાત બહાર આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ ફોર્મમાં પાલીકા પ્રમુખ અથવા તલાટીના સહી સિક્કા પણ કરાવી લેવાયા હતા ત્યાં સુધી કોઈને ગંધ આવી ન હતી.એક સામાજિક કાર્યકરે જિલ્લા કલેકટર ને ફરિયાદ કરતા જ તેઓએ જિલ્લા આરોગ્ય વિભાગને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાનું કહેતા જ જિલ્લા આરોગ્ય અધિકારી એ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી કરી છે. તો કલેક્ટરે ચીમકી ઉચ્ચારી છે કે, જો કોઈ ફોર્મ વેંચતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી રાખવી પડશે.