/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/tihayu-story_647_101916043032.jpg)
બુધવારે આઇએનએસ તિહાયુનો ભારતીય નેવીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ફોલો ઓન વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફ્ટ શ્રેણીના આ શીપના સમાવેશ સાથે જ ભારતીય નેવીની તાકાતમાં વધારો થઇ ગયો છે.
આ શીપનો ઇસ્ટર્ન ફ્લીટમાં સમાવેશ કરવામાં આવેલ છઠ્ઠા નંબરનું WJFAC છે. જેમાંથી 4 ચેન્નઇમાં અને તિહાયુ સહિત અન્ય બે વિશાખાપટ્ટનમમાં તૈનાત કરવામાં આવશે.
315 ટન વજન ધરાવતી આ શિપમાં લેટેસ્ટ 4000 સીરિઝનું એમટીયુ એન્જિન છે. તેમાં તદ્દન આધુનિક મશીનરી કંટ્રોલ સિસ્ટમ અને વોટર જેટસ લગાવવામાં આવેલા છે.
દરિયાઇ સુરક્ષાને વધુ સારી બનાવવા માટે તેમાં લેટેસ્ટ કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ અને રડાર લગાવવામાં આવેલા છે. તેમાં લાગેલા મરીન ડિઝલ એન્જિન 2720 કિલોવોટનો પાવર ઉત્પન્ન કરવા સક્ષમ છે.
આ શિપને કલકત્તાની કંપની ગાર્ડન રીચ શીપ બિલ્ડર્સ એન્ડ એન્જીનિયર્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. કંપનીએ ભારતીય નૌસેનાને 30 ઓગષ્ટના રોજ આ શીપ સુપરત કર્યું હતું.