આમોદના પતંગ બજારમાં નોટબંધીની અસર નડી, વેપારીઓ ચિંતિત
BY Connect Gujarat9 Jan 2017 6:50 AM GMT

X
Connect Gujarat9 Jan 2017 6:50 AM GMT
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પતંગના વેપારીઓમાં નોટબંધીની અસર દેખાય રહી છે, અને ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પતંગ દોરાના બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આમોદમાં નોટબંધી બાદ આર્થિક વ્યવહારો મંદ પડી ગયા છે, ત્યારે ઉત્તરાયણના પર્વને હવે માત્ર ગણતરીના દિવસોજ બાકી રહ્યા છે, અને દોરી સહિત પતંગના વેપરીઓ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે.
એક વેપારીના જણાવ્યા મુજબ નોટબંધી બાદ રોકડ વ્યવહારો અટકી ગયા છે અને લોકો પાસે જરૂરિયાત મુજબના ખર્ચ પુરતા જ નાણાં હોવાના કારણે ઉત્તરાયણ ના એક સપ્તાહ પહેલા જે બજારમાં ગ્રાહકોની ભીડ દેખાતી હતી તે હાલ માં જોવા મળતી નથી.
Next Story