/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/amitabh-bachchan-1459868103.jpg)
દિગ્દર્શક આર. બાલ્કીએ પોતાની પ્રથમ ફિલ્મ ચીની કમથી લઇ આવનારી ફિલ્મ પેડમેન સુધીની દરેક ફિલ્મમાં અમિતાભ બચ્ચનને પાત્ર ફાળવ્યું છે. તેમનું કહેવું છે કે બિગ બી પાછળ આખો દેશ પાગલ છે અને તેઓ આ દેશનો એક માત્ર હિસ્સો છે.
આર.બાલ્કીને અમિતાભનાં દિવાના હોવાનું પુછતાં તેમણે જણાવ્યું હતું કે, ' હું જ ફક્ત અમિતાભનો ફેન નથી આખો દેશ તેમના પાછલ પાગલ છે. હું તો ફક્ત આ દેશનો એકમાત્ર હિસ્સો છું.મારી આવનારી ફિલ્મ પેડમેનમાં પણ પીઢ અભિનેતા મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. હા, આ એક અતિથી ભૂમિકા છે. પરંતુ ફિલ્મ જોશો તો વાર્તામાં તેમના પાત્રની પ્રાસંગિકતા સમજાશે. લોકો મારી ફિલ્મ માટે એમ જ કહેતા હોય છે કે મારી ફિલ્મમાં અમિતાભ બચ્ચનને હું ક્યાંક ને ક્યાંક ગોઠવી દઉં છું. પરંતુ તેમની ભજવેલી ભૂમિકા દરેક ફિલ્મમાં મહત્વપૂર્ણ રહી છે.
ઉલ્લેખનીય છે કે, આર બાલ્કીની ચીની કમમાં અમિતાભ 64 વર્ષીય પુરુષ અને 34 વર્ષની યુવતી વચ્ચેની પ્રેમકથા છે. જ્યારે પા ફિલ્મમાં 12 વર્ષીય પ્રોજેરિયાના દર્દીની ભૂમિકા અને અમિતાભમાં એક નિષ્ફળ કલાકાર અને શરાબીનાં પાત્રમાં જોવા મળ્યા હતા.