New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/amitabh-story_647_101115124304.jpg)
મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટે બોલીવૂડમાં લોકોના દિલ જીતી લીધા છે. તેનો દમદાર અભિનય અને માસૂમિયતથી તે મોટા ભાગના લોકોને પ્રભાવિત કરી શકી છે. આલિયાએ હાઇવે, ઉડતા પંજાબ, ડિયર જિંદગી તેમજ અન્ય ફિલ્મોમાં સારો અભિનય કર્યો છે.
આલિયાને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની ઇચ્છા છે તેમ તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. જે હવે તેની આગામી ફિલ્મ 'બ્રહ્માશ્ત્રમાં કામ કરીને પૂરી થશે. આલિયાએ આ તકને પોતાનું શમણું પૂરું થયા સમાન ગણાવ્યું હતુ.
આ ફિલ્મમાં આલિયા, અમિતાભ અને રણબીર કપૂર કામ કરી રહ્યા છે. બોલીવૂડમાં અમિતાભ બચ્ચન એક એવા કલાકાર છે જેમની સાથે કામ કરવા મોટા ભાગના કલાકારો ઉત્સાહિત છે. આ પીઢ અભિનેતા પોતાના અભિનયની સાથેસાથે ઉચ્ચ વ્યક્તિત્વ પણ ધરાવે છે. તેથી આલિયાને તેની સાથે કામ કરવાનું સ્વપ્ન હોય તે સહજ છે.
Latest Stories