/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/253.jpg)
બેંકો દ્વારા 1 ટકાની ટ્રાન્સેક્સન ફી વસુલવામાં આવતી હોવાથી તેના વિરોધમાં પેટ્રોલપંપ ના માલિકોએ કાલથી પેટ્રોલ કે ડીઝલની ખરીદી માટે કાર્ડ નહિ સ્વીકારવાનો નિર્ણય લીધો છે.
આ બાબતે પેટ્રોલપંપ માલિકોનું માનવું છે કે બેંક દ્વારા ટ્રાન્સેક્સન વોલ્યુમ ના આધારે વસુલ કરવામાં આવતો ચાર્જ તેમના માર્જીનમાં સામેલ થાય છે જેથી તેમના નફામાં ઘટાડો થાય છે.
પેટ્રોલ પંપ એસોસિયેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેને પગલે કાલથી દેશના દરેક પેટ્રોલ પંપ પર કાર્ડથી નહિ પરંતુ રોકડ નાણાં દ્વારા જ પેટ્રોલ કે ડીઝલ મળી શકશે.
એક તરફ સરકાર દ્વારા કેસલેશ ટ્રાન્સેક્સનના પ્રોત્સાહન માટે કાર્ડથી પેટ્રોલ કે ડીઝલની ખરીદી પર 0.75 ટકા કેશબેક આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે પેટ્રોલ પંપ ના માલિકો દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.