Connect Gujarat
સમાચાર

આહવા ખાતે ‛સંવિધાન થી સમરસતા ઉત્સવ યોજાયો

આહવા ખાતે ‛સંવિધાન થી સમરસતા ઉત્સવ યોજાયો
X

ડાંગનો સાંસ્કૃતિક વારસો સમૃધ્ધ છે. ભારતના ઈતિહાસમાં ડાંગ ગૌરવનું સ્થાન ધરાવે છે. - રાજ્ય ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા (ડાંગ દરબાર હોલ) ખાતે તા.૨૮/૧૧/૨૦૧૯ના

રોજ રાજ્ય ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદના અધ્યક્ષ સ્થાને ‛સંવિધાન થી સમરસતા ઉત્સવ યોજાયો હતો.આ પ્રસંગે રાજ્ય ચૂંટણી આયોગના સચિવ

મહેશ જાષી તથા સંયુક્ત કમિશ્નર એ.એ.રામાનુજ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એન.કે.ડામોર ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદે સંવિધાનથી સમરસતા કાર્યક્રમને ખુલ્લો

મુકતા જણાવ્યું હતું કે ડાંગનો સાંસ્કૃતિક વારસો સમૃધ્ધ છે. ભારતના ઈતિહાસમાં ડાંગ

ગૌરવનું સ્થાન ધરાવે છે. અહીંની ખમીરવંતી પ્રજા બ્રીટીશ સરકાર અંગ્રેજાને પરાસ્ત

કરતી અને ત્યારથી આઝાદી ધરાવે છે. આદિવાસી પ્રજા એકસાથે રહી સુંદર સામાજીક

વ્યવસ્થા ધરાવે છે. ગુજરાતમાં ૧૯૬૦ થી પંચાયત ધારો અમલમાં આવ્યો પરંતુ સંવિધાનમાં

૧૯૯૨ પછી રાજ્ય ચૂંટણી આયોગ અસ્તિત્વમાં આવ્યું. જેમાં ગ્રામ પંચાયત,તાલુકા,જિલ્લા પંચાયતોમાં વહીવટ

સુદ્રઢ બન્યો. સ્થાનિક સ્વરાજમાં વિકાસના ઘણાં બધા સારા કામો થાય છે.

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ મહેશ જાષીએ જણાવ્યું હતું કે આપણે ૨૬ નવેમ્બર

સંવિધાનથી થી સમરસતા દિવસની ઉજવણી શરૂ કરી છે જે ૧૪ એપ્રિલ સુધી ચાલુ રહેશે. આપણાં

બંધારણમાં આપણને અધિકારો મળ્યા છે. આપણે આપણી ફરજાને પણ અદા કરીએ. ડાંગ એક એવો

પ્રેરક જિલ્લો છે જ્યાં મહિલા સશક્તિકરણની કામગીરી પણ ખૂબ સારી છે. અહીંના બહેનો

ખૂબ જ જાગૃત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓના મતદાનની ટકાવારી ઉંચી રહે

છે. આપણે સૌએ ભેગામળી લોકશાહીમાં કોઇપણ મતદાર મતદાનથી વંચિત રહી ન જાય તે માટે

જાગૃત બનીએ.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એન.કે.ડામોરે મહાનુભવોને આવકારતા

જણાવ્યું હતું કે ડાંગ જિલ્લો કુલ-૩૧૧ ગામ અને ૭૦ ગૃપગ્રામપંચાયત ધરાવે છે. અહીં

મતદાન ટકાવારીમાં રાજ્યમાં બીજા નંબરે ડાંગ આવે છે. અગાઉની ચૂંટણીમાં ૮૧ ટકા જેટલુ

મતદાન નોંધાયું હતું. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સરેરાશ ૯૦ ટકાથી વધુ

મતદાન અહીં થાય છે. વધુમાં મતદાર જાગૃતિ અભિયાન દ્વારા સો ટકા મતદાન થાય તેવો

અનુરોધ તેમણે કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી,વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ સંકેત બંગાળ, આહવા સરપંચ રેખાબેન પટેલ, વાસુર્ણા રાજવી

ધનરાજસિંહ સૂર્યવંશી,નિવાસી અધિક કલેકટર

ટી.કે.ડામોર,પ્રાંત અધિકારી કાજલબેન ગામીત સહિત જિલ્લા

ચૂંટણી તંત્રના અધિકારી/કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story