New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/unnamed-4-3.jpg)
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ચૂંટણીમાં ભાજપની જીતથી ગંગા સફાઈ મિશનમાં એક નવી આશા જન્મી છે. જેમાં ગંગા નદી જે 5 રાજ્યોમાંથી નીકળે છે એમાંથી 3 રાજ્યોમાં ભાજપની સત્તા છે, અને કેન્દ્ર સરકાર જાહેર કરેલી યોજના પર તેનો પ્રભાવ પડશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી નમામી ગંગે યોજના થકી ગંગા નદીના શુદ્ધિ કરણ અર્થેની કામગીરી શરુ કરવામાં આવી હતી, અને હવે જ્યારે યુપીમાં ભાજપ બહુમતી સાથે સત્તાના સુકાન સંભાળવાનું છે ત્યારે ગંગા નદી શુદ્ધિકરણના પ્રોજેક્ટને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.