/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/05/96053960_mediaitem96053957.jpg)
ઉત્તર કોરિયાએ તેના પશ્ચિમ કાંઠેથી ગઈ કાલે એક બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું, આ મિસાઈલ જાપાનના સમુદ્રમાં પડ્યું હોવાની માહિતી દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકાના લશ્કરી સૂત્રોએ આપી હતી.
આ મિસાઈલ પરીક્ષણના હજી ચાર દિવસ પૂર્વે જ ચૂંટાયેલા દક્ષિણ કોરિયાના નવા પ્રમુખને સીધો પડકાર માનવામાં આવી રહ્યો છે, હાલ અમેરિકા જાપાન અને યુરોપના નોકાદળો સયુંકત કવાયત માટે પ્રશાંત મહાસાગરમાં એકત્ર થઈ રહ્યાં હોવાથી આ પરીક્ષણને સંયુક્ત કવાયત સામેનો પ્રતિસાદ માનવામાં આવી રહ્યો છે.
દક્ષિણ કોરિયામાં નવા પ્રમુખ મુન જે ઇનએ હોદ્દો સંભાળ્યા બાદ તરત જ આ મિસાઈલ પરીક્ષણ કરાયું છે, મુન - જ - ઇનએ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની તાકીદની બેઠક બોલાવી હતી,તેમણે કહ્યું હતું કે , ઉત્તર કોરિયા તેનું વલણ બદલે ત્યાર પછી જ તેની સાથે વાટાઘાટ સંભવે છે, સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના ઠરાવોનું ઉલ્લંધન કરીને આ પરીક્ષણ કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું