New Update
/connect-gujarat/media/media_files/2025/07/09/ndgbdf-2025-07-09-14-56-12.jpg)
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે રૂપિયા 60 લાખના ખર્ચે નિર્માણ પામેલ સરકારી પ્રાથમિક શાળાના નવા મકાનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રૂપિયા 60 લાખના ખર્ચે સરકારી પ્રાથમિક શાળાના નવા અત્યાધુનિક મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબહેન, તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયતના કારોબારી સભ્ય જયેશ પટેલ, શાળાના ગૃપાચાર્ય દીપક સોલંકી શાળા પરિવાર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના નવા મકાનનું નિર્માણ થતા વિદ્યાર્થીઓ સુવિધા સાથે અભ્યાસ કરી શકશે ત્યારે ઈશ્વરસિંહ પટેલ દ્વારા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.