ઋત્વિક રોશન અને ટાઈગર શ્રોફ એક સાથે રૃપેરી પડદે જોવા મળશે

New Update
ઋત્વિક રોશન અને ટાઈગર શ્રોફ એક સાથે રૃપેરી પડદે જોવા મળશે

બોલીવૂડ અભિનેતા ઋત્વિક રોશન અને ટાઈગર શ્રોફ પહેલી વખત ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન સિધ્ધાર્થ આનંદ કરશે.

જોકે ફિલ્મના નામ અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. પણ યશરાજ ફિલ્મસે તાજેતરમાં દિગ્ગજ ફિલ્મ નિર્માતા યશ ચોપરાની 85મી જયંતી પર આ ફિલ્મની ઘોષણા કરી. આ ફિલ્મ 2019ની શરૂઆતમાં રિલીઝ થાય એવી શક્યતા છે. આ ફિલ્મ અંગે વધુ જાણકારી આપવામાં આવી નથી. પણ ઋત્વિક રોશન અને ટાઈગર બન્ને ભાઈના પાત્રમાં જોવા મળે એવી શક્યતા છે.