New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/hrithik-roshan-759.jpg)
ઋત્વિક રોશને ફિલ્મ ક્રિશ થ્રી સુધી સુપરહિરોનાં પાત્ર તરીકે ચાહકોમાં પ્રસિદ્ધિ મેળવી હતી. રાકેશ રોશન આ ફિલ્મની ચોથી સિક્વલની તૈયારી કરી રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ડેવિડ ધવનનાં પુત્ર રોહિતની સુપરહીરોને લગતી વાર્તા પણ ઋત્વિક રોશનને પસંદ પડી છે.
રોહિત ધવન ઋત્વિક રોશનને પોતાની સુપરહિરોની વાર્તા સાથે મળ્યા હતા. જેમાં ઋત્વિક રોશનને રસ પડતા તેણે ધવનપુત્રને સ્ક્રિપટ લખવાનું કહ્યુ હતુ.રોહિત હવે સ્ક્રિપટને અંતિમ રૂપ આપવામાં વ્યસ્ત છે.
જો ઋત્વિકને આ સ્ક્રિપટ પસંદ પડશે તો રોહિત તેને સાઈન કરશે.ઉલ્લેખનીય છે કે બીજી તરફ ઋત્વિકનાં પિતા રાકેશ રોશન પણ ફિલ્મ ક્રિશ ફોર બનાવવાની યોજના કરી રહ્યા છે.