ઋત્વિક રોશન સ્ટાર 'મોહેંજો દરો'નું પોસ્ટર રીલિઝ

New Update
ઋત્વિક રોશન સ્ટાર 'મોહેંજો દરો'નું પોસ્ટર રીલિઝ

ઋત્વિક રોશનની ફિલ્મ 'મોહેંજો દરો'નું પ્રથમ પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં ફિલ્મ જે સમયમાં સેટ કરવામાં આવી છે તેની વાત કરવામાં આવી છે.

181d10c5-befc-4416-ac35-f0fa8e6bed98

આ રોમાંચક ફિલ્મની સાથે જ 2009માં મિસ ઇન્ડિયા રહી ચૂકેલી પૂજા હેગડે બોલિવૂડમાં પ્રવેશ કરશે. એક ન્યૂઝ વેબસાઇટના જણાવ્યા મુજબ ઋત્વિકે કહ્યું હતું કે આ ફિલ્મ તેના કેરિયરની શ્રેષ્ઠ ફિલ્મ છે. તેણે ઉમેર્યું હતું કે આ ફિલ્મમાં મેં ભૂતકાળમાં મુસાફરી કરી છે. તે ખૂબ જ શ્રેષ્ઠ પ્રવાસ અને શ્રેષ્ઠ અનુભવ હતો. હું ખરેખર માનું છું કે આ ફિલ્મનો સમાવેશ મારી શ્રેષ્ઠ ફિલ્મોમાં થશે. મને આશા છે કે દર્શકોને પણ આ ફિલ્મ ચોક્કસ પસંદ આવશે.

0c64c1ed-a07f-44e6-b33f-7d49cd9bb740