/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/2018_7large_Screenshot_311.png)
આ વર્ષે રમાનારા એશિયા કપનું આયોજન ભારતના બદલે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં કરવામાં આવશે. પહેલા આ ટૂર્નામેન્ટનું આયોજન 13 થી 28 સપ્ટેમ્બર વચ્ચે ભારતમાં થવાનું હતું. જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવના કારણે આ ફેંસલો લેવામાં આવ્યો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ મામલે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ ફેંસલો લીધો છે. આ ફેંસલાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ જાણકારી આપી હતી.
આ વર્ષના એશિયા કપમાં આઇસીસીના પૂર્ણ સભ્યો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ઉપરાંત અન્ય એક ટીમ પણ ભાગ લેશે. આમ કુલ 6 ટીમો એશિયા કપમાં રમશે. છઠ્ઠી ટીમનો નિર્ણય પ્લેઓફ દ્વારા કરવામાં આવશે. પ્લેઓફ મુકાબલો યુએઈ, હોંગકોંગ, નેપાળ અને ઓમાન વચ્ચે થશે.
આજે એશિયા કપ 2018નો કાર્યક્રમ જાહેર કરાયો છે. જે મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બરના રોજ મુકાબલો યોજાશે. ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન અને ક્વોલિફાયર ટીમ, જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામેલ છે. પ્રથમ મેચ દુબઇમાં ૧૫ સપ્ટેમ્બરે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. પ્રત્યેક ગ્રૂપમાં ટોચના બે સ્થાને રહેલી ટીમ સુપર ફોર માટે ક્વોલિફાય કરશે.
ગ્રૂપ રાઉન્ડ
15 સપ્ટેમ્બર- બાંગ્લાદેશ V/s શ્રીલંકા (દુબઇ)
16 સપ્ટેમ્બર-પાકિસ્તાન V/s ક્વોલિફાયર (દુબઇ)
17 સપ્ટેમ્બર-શ્રીલંકા V/s અફઘાનિસ્તાન (અબુ ધાબી)
18 સપ્ટેમ્બર-ભારત V/s ક્વોલિફાયર (દુબઇ)
19 સપ્ટેમ્બર-ભારત V/s પાકિસ્તાન (દુબઇ)
20 સપ્ટેમ્બર-બાંગ્લાદેશ V/s અફગાનિસ્તાન (અબુ ધાબી)
સુપર ફોર
21 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ વિજેતા V/s ગ્રૂપ-બી રનરઅપ (દુબઇ)
21 સપ્ટેમ્બર, ગ્રૂપ-બી વિજેતા V/s ગ્રૂપ-એ રનરઅપ (અબુ ધાબી)
23 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ વિજેતા V/s ગ્રૂપ-એ રનરઅપ (દુબઇ)
23 સપ્ટેમ્બર, ગ્રૂપ-બી વિજેતા V/s ગ્રૂપ-બી રનરઅપ (અબુ ધાબી)
25 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ વિજેતા V/s ગ્રૂપ-બી વિજેતા (દુબઇ)
26 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ રનરઅપ V/s ગ્રૂપ-બી રનરઅપ (અબુ ધાબી)
28 સપ્ટેમ્બર ફાઇનલ અબુ ધાબી