ગીર સોમનાથ : કલાકાર દેવાયત ખવડ સહિત 16 શખ્સો વિરુદ્ધ તાલાલા પોલીસ મથકે ફરિયાદ નોંધાય, જાણો શું છે મામલો..!

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પર દેવાયત ખવડ સહિત 16 જેટલા લોકોએ હુમલો કરી ઇજા પહોચાડી હતી,

New Update
  • તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે મારામારીનો મામલો

  • દેવાયત ખવડ સહિતના 16 વ્યક્તિએ કર્યો હતો હુમલો

  • ધ્રુવરાજસિંહ ચૌહાણને માર મારી ગંભીર ઇજા પહોચાડી

  • ઇજાગ્રસ્ત વ્યક્તિએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

  • CCTV ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પર દેવાયત ખવડ સહિત 16 જેટલા લોકોએ હુમલો કરી ઇજા પહોચાડી હતીત્યારે આ મામલે ઇજાગ્રસ્ત ધ્રુવરાજસિંહ ચૌહાણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસારઅમદાવાદ શહેરના સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે 6 માસ પહેલા ડાયરામાં હાજરી ન આપવા બાબતને લઈ માથાકૂટ થઈ હતી. જેની અડાવતમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે એક રિસોર્ટમાં રોકાયેલ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ સહિત 16 જેટલા લોકોએ હુમલો કરી ઇજા પહોચાડી હતી. એટલું જ નહીંકલાકાર ધ્રુવરાજસિંહ ચૌહાણની કારને પણ ટક્કર મારી દેવાયત ખવડ સહિતનાઓએ નુકશાન પહોચાડ્યું હતું. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત ધ્રુવરાજસિંહ ચૌહાણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતીજ્યારે સામા પક્ષ એટલે કેદેવાયત ખવડે 8 લાખ રૂપિયા લઈ ડાયરામાં હાજર ન થતા છેતરપિંડીની ફરિયાદ દાખલ કારવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ તરફડીવાયએસપી વી.આર.ખેંગારએ પરત્કાર પરિષદ યોજી હતી. જેમાં દેવાયત ખવડ અને અન્ય શખ્સો દ્વારા યુવરાજસિંહની રેકી કરી પૂર્વ આયોજિત કાવતરું યોજી માર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યુ હતુંત્યારે હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે દેવાયત ખવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનાઓ દાખલ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેદેવાયત ખવડ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છેજેના કારણે તેમની વિરૂદ્ધ પોલીસ કાર્યવાહીઓ થઈ હતીઅને આ નવા ગુના બાદ પોલીસ દેવાયત ખવડ સામે કડક વલણ અપનાવે તેવી પણ શક્યતાઓ છે,આ બનાવને લઇ હાલ તાલાળા અને ગીર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

Latest Stories