New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/ae-dil-hai-mushkil_147270598600.jpg)
મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા પાકિસ્તાની અભિનેતા ફવાદખાન વાળી કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈં મુશ્કિલનો વિરોધ કરવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહર સાથે થયેલી બેઠક બાદ રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે એમના તરફથી કરવામાં આવેલી ત્રણ માંગણીઓને માન્ય રાખવામાં આવી છે. હવે તેમની પાર્ટી ફિલ્મનો વિરોધ નહી કરે.
રાજ ઠાકરે જણાવ્યુ હતુ કે જે ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર હોય તે ફિલ્મના પ્રોડ્યુસરે આર્મી ફંડમાં પાંચ કરોડ જમા કરાવવાના રહેશે. ઠાકરેએ તેને પોતાની પાર્ટીની જીત ગણાવી હતી.