New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/19-1489865930-aishwarya-rai-bachchans-father-funeral-pics11.jpg)
ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણારાજ રાયનું મુંબઈમાં શનિવારના રોજ અવસાન થયુ હતુ.જાણવા મળ્યુ છે કે તે કેટલાક સમયથી કેન્સરની બીમારી હતી. જેથી તેમને લીલાવતી હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવ્યા હતા, અને ત્યાંજ તેમનું અવસાન થયુ હતુ. અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાના નિધનની જાણકારી મળતા બચ્ચન પરિવાર સાથે બોલીવુડની હસ્તીઓ તેમના અંતિમ સંસ્કારમાં આવી પહોંચ્યા હતા,અને અંતિમ સંસ્કાર રાતે કરવામાં આવ્યા હતા.
આ દુઃખદ ઘડીમાં શાહરુખ ખાન, સંજય લીલા ભણસાલી, અનિલ અંબાણી, સહિતની હસ્તીઓ પણ કૃષ્ણારાજ ના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા.