ઓરિસ્સાના વાવાઝોડા ને લઈને સુરત ના કાપડ ઉદ્યોગ નેકરોડનું નુકશાન

New Update
ઓરિસ્સાના વાવાઝોડા ને લઈને સુરત ના કાપડ ઉદ્યોગ નેકરોડનું નુકશાન

ઓરિસ્સા માં આવે વાવાઝોડા ને લીધે ભારે તબાહી થવા પામી છે તો બીજી તરફ આ વાવાઝોડાની અસર સુરત માં પણ વર્તાય રહી છે. સુરત ના કાપડ ઉદ્યોગ ને વાવાઝોડા ને લીધે કરોડો રૂપિયા નું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. પ્રતિદિન બંગાળ અને ઓરિસ્સા જતી 80 ટ્રકો ના પૈન્ડા થંભી ગયા છે ઓરિસ્સા તરફ જતા પાર્સલ રદ થતા કાપડ ઉદ્યોગ ને પડતા પર પાટુ જેવો ઘાટ થયો છે.

બંગાળની ખાડી માં રચાયેલા લો પ્રેશર સિસ્ટમ ને લીધે ફાની નામનું વાવાઝોડું નિર્માણ પામ્યું હતું. ફાની એ ઓરિસ્સા માં ભારે તારાજી સર્જી હતી. આ વાવાઝોડા ની સીધી અસર સુરત શહેર પર નથી જોવા મળી પરંતુ સુરત ના કાપડ ઉદ્યોગ પર તેની આડકતરી અસર જરૂર વર્તાય રહી છે. સુરત ના કાપડ ઉદ્યોગ માંથી રોજે રોજ 80 જેટકી ટ્રકો ઓરિસ્સા ના વિવિધ શહેરો માં કાપડ લઈને જાય છે. એક ટ્રક માં આશરે 60 થી 70 લાખ રૂપિયા નું કાપડ હોય છે. ફાની વાવાઝોડા ને પગલે સુરત થી કાપડ લઈને જતી ટ્રકો અટકી પડી છે. એટલુ જ નહીં પણ જે ટ્રકો રવાના થઈ ગઈ હતી એ પણ પરત આવી રહી છે. આવા સંજોગો માં ઓરિસ્સા ના અલગ અલગ શહેરો માંથી કાપડ ના વેપારીઓ દ્વારા આપવામાં આવેલા ઓર્ડરો પણ કેન્સલ થઈ રહ્યા છે. સુરત ના 2000 કરતા પણ વધુ વેપારીઓના ઓર્ડર કેન્સલ થયા છે. આવી પરિસ્થિતિ માં સુરત ના કાપડ ઉદ્યોગ ને કરોડો રૂપિયા ની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. આવનારા દિવસો માં ઓરિસ્સા ની પરિસ્થિતિ પૂર્વવ્રત થાય અને ફરી નવા ઓર્ડર મળવાની શરૂઆત થાય એની રાહ સુરત ના કાપડ વેપારીઓ જોઈ રહ્યા છે.

Latest Stories