ઓસ્કાર 2018 માટે ફિલ્મ 'ન્યૂટન' ભારતનું પ્રતિનિધિત્વ કરશે

New Update
ઓસ્કાર 2018 માટે ફિલ્મ 'ન્યૂટન' ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું છે કે દિગ્દર્શક અમિત મસુરકરની ફિલ્મ 'ન્યૂટન' ઓસ્કાર - 2018માં દેશની સત્તાવાર એન્ટ્રી હશે. આ એક રાજકીય વ્યંગ છે. અને રાજકુમાર લીડ રોલમાં છે. ફેડરેશનની પસંદગી સમિતિ આ ફિલ્મની પસંદગી અંગે એક મત ધરાવતી હતી.

આ ફિલ્મનું સમિતિનું વડપણ તેલુગુ નિર્માતા સીવી રેડ્ડી કરે છે. ફેડરેશનના સેક્રેટરી જનરલ સુથ્રન સેને પીટીઆઈને કહ્યું હતું કે ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે 'ન્યૂટન'ની પસંદગી સર્વસંમતિથી કરવામાં આવી છે. આ ફિલ્મ દેશની સત્તાવાર એન્ટ્રી હશે. આ વર્ષે ફેડરેશનને કુલ 26 એન્ટ્રીઓ મળી હતી. જેમાંથી 'ન્યૂટન'નની પસંદગી સર્વસંમતિથી કરવામાં આવી છે.

આ ફિલ્મના મુખ્ય અભિનેતા રાજકુમાર રાવે આ ફિલ્મની પસંદગી થવા બદલ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. આ ફિલ્મને દર્શકોનો બહોળો પ્રતિસાદ