કચ્છ યુનિવર્સિટીના આર્કિયોલોજીકલ વિભાગ દ્વારા નદી અને આસપાસનાં વિસ્તારોમાં આવ્યું કરવામાં સંશોધન

New Update
કચ્છ યુનિવર્સિટીના આર્કિયોલોજીકલ વિભાગ દ્વારા નદી અને આસપાસનાં વિસ્તારોમાં આવ્યું કરવામાં સંશોધન

મુન્દ્રા તાલુકાના ગજોડની નાગમતી નદી અને આસપાસનાં વિસ્તારોમાં સંશોધન કરવામાં આવ્યું હતું.સંશોધન દરમ્યાન સિંધુ સંસ્કૃતિનાં 4600 વર્ષ જુના અવષેશો મળી આવ્યા છે.તાંબા ના હથિયાર,માટીના વાસણના ટુકડા સહિતના અવશેષો મળતા સંશોધકોમાં ઉત્સુકતા જાગી છે.

પુરાતત્વ અને ભૂસ્તર ક્ષેત્રે કચ્છમાં અવારનવાર સંશોધનો થતા હોય છે. ત્યારે મુન્દ્રાના ગજોડ વિસ્તારમાં યુનિવર્સિટીની આર્કિયોલોજી ટીમ દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું.જેમાં ખેતરમાંથી તાંબાનું 4600 વર્ષ જૂનું હથિયાર તેમજ માટીના વાસણ ના ટુકડા, પથ્થર, માટીમાંથી બનાવાયેલ મોતી, શંખમાંથી બનાવાયેલ બંગડીના ટુકડા મળી આવ્યા છે. સંશોધન દરમિયાન હથિયાર સહિતના અવશેષો સાથે ખેતરની એક બાજુએથી દિવાલના અવશેષો હાથ લાગ્યા છે.દીવાલની ઊંચાઈ જોતા અહીં જે તે સમયે કિલ્લાબંધી વાળું નગર હોવાની શકયતા વ્યક્ત કરાઈ છે.