Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસ માંથી બરતરફ કરાયેલા ધારાસભ્યોએ આપ્યા રાજીનામા

કોંગ્રેસ માંથી બરતરફ કરાયેલા ધારાસભ્યોએ આપ્યા રાજીનામા
X

કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર અને પક્ષના વ્હીપનો અનાદર કરનાર આઠ ધારાસભ્યોને બરતરફ કર્યા હતા. અને તમામ વિરુદ્ધ શિક્ષાત્મક સજા ફટકારી હતી, જેમાંથી સાત ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા હોવાનું જાણવા મળ્યુ છે.

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષનાં વ્હીપનાં વિરોધમાં જઈને ક્રોસ વોટિંગ કર્યુ હતુ,તેથી કોંગ્રેસે તમામ બળવાખોર ધારાસભ્યોને બરતરફ કર્યા હતા.

જે પૈકી સાત ધારાસભ્યો મહેન્દ્રસિંહ વાઘેલા,રાઘવજી પટેલ,ભોળાભાઈ ગોહિલ, સી.કે. રાઉલજી, અમિત ચૌધરી, કરમશી પટેલ, અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ MLA પદ પરથી રાજીનામા આપ્યા હોવાનું જાણવા મળ્યુ છે. જોકે શંકરસિંહ વાઘેલાએ હજી ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપ્યું ન હોવાનું પણ કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી અગાઉ કોંગ્રેસનાં છ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને બેંગ્લુરુ લઇ ગઈ હતી.

Next Story