/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-191.jpg)
અપક્ષ સભ્યોને મહત્વ આપતા કોંગ્રેસ મહિલા સભ્ય દ્વારા જ સમિતિઓને બહાલી ન મળે ત્યાં સુધી સમિતિઓ સ્થગિત રાખવા નગરપાલિકા કમિશનર અને કલેક્ટરને લેખિત જાણ
1 લુણાવાડા નગરપાલિકામાં ફેબ્રુઆરી 2018 માં ચૂંટણી થયા બાદ ફરીથી કોંગ્રેસનું શાસન આવ્યું હતું અને એક વર્ષ ના લાંબા ગાળા બાદ માર્ચ 2019 માં સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ સમિતિઓની રચનામાં મહત્વની સમિતિઓ અપક્ષને ફાળવી દેતા સતત ત્રણ ટર્મથી કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ ઉપર સભ્ય તરીકે ચૂંટાઈ આવતા સિનિયર મુસ્લિમ મહિલા સભ્યની અવગણના થતા અને અપક્ષનું મહત્વ વધતા કોંગ્રેસ મહિલા સભ્ય દ્વારા જ સમિતિઓને બહાલી ન મળે ત્યાં સુધી કોંગ્રેસ શાસિત સ્થગિત રાખવા નગરપાલિકા કમિશનર અને કલેક્ટર ને લેખિત જાણ કરતા લુણાવાડા નગરપાલિકાના કોંગ્રેસના રાજકરણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. લુણાવાડા નગરપાલિકામાં ત્રણ ટર્મથી ચૂંટાઈને આવતા નગરપાલિકા સભ્ય રશિદાબીબી અખ્તર દાવલે મહીસાગર જિલ્લા કલેક્ટર તેમજ નગરપાલિકા કમિશનર ને લેખિત રજુઆત કરતાં જણાવ્યું છે.
લુણાવાડા નગરપાલિકામાં તા.૦૭/૦૩/૨૦૧૯ના રોજ વિવિધ સમિતિઓ ચેરમેન સહિતની રચના કરવામાં આવી છે.જેમાં રાશિદાબીબી દાવલની પણ ગુમાસ્તા ધારા વિભાગના ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે.પરંતુ સમિતિઓની રચના બિલકુલ ગેરકાયદેસર અને ખોટી રીતના કરવામાં આવી છે.જનરલ સભામાં ફરીથી સમિતિઓની રચનાઓ કરવામાં આવે ત્યાં સુધી રચાયેલી સમિતિઓ પર રોક લગાવવાની રજુઆત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
બીજી તરફ લુણાવાડા પાલિકામાં સમિતિઓની રચનાઓ વિવાદમાં આવી જતાં પાતળી બહુમતીથી માંડ માંડ ચાલતી કોંગ્રેસ શાસિત પાલિકામાં અંદરખાને કોંગ્રેસ પક્ષમાં જ ઉકળતો ચરૂ હોવાની ચર્ચાએ રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે.લુણાવાડા પાલિકામાં મહત્વની સમિતિઓ અપક્ષને ફાળવી દેતા વર્ષો જુના વફાદાર કોંગ્રેસના અન્યાયની લાગણી સાથે લઘુમતી સભ્યમાં ઉકળતો ચરું જોવા મળી રહ્યો છે. રશીદાબીબી દાવલ નું કહેવું છે કે હું કોંગ્રેસને વફાદાર નગરપાલિકા સભ્ય છું. અને મારી સાથે નગરપાલિકા પ્રમુખ અન્યાય કરી મનસ્વી રીતે અપક્ષ સભ્યોને મહત્ત્વની સમિતિઓમાં નિમણુંક કરી છે સમિતિ ની રચના વિશે કૉંગ્રેસ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ પણ અજાણ છે અને આ અંગે કોંગ્રેસ પક્ષમાં પણ રજુઆત કરી છે. અને હું આ સમિતિઓનો વિરોધ કરૂ છું અને બહાલી આપતી વખતે મારો વિરોધ હશે અને મને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત આપીશ .