New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/JohnnyLever.jpg)
બોલીવૂડનાં અનેક કલાકારો ટેલિવિઝનનાં ક્ષેત્રમાં પણ પ્રવેશે છે. આ યાદીમાં હવે કોમેડિયન જોની લિવરનું નામ પણ ઉમેરાઈ ગયું છે. જોની ટૂંક સમયમાં એક ધારાવાહિકમાં ડબલ રોલમાં જોવા મળશે.
આ પહેલા પણ જોની લિવર રિયાલિટી શોમાં જોવા મળ્યો હતો. પણ પહેલી વખત તે કોઈ ધારાવાહિકમાં જોવા મળશે. જેમાં કિકુ શારદા પણ એના સહકલાકાર છે. ઉપરાંત આ ધારાવાહિકમાં વિપુલ રોય, કિશ્વર મર્ચંટ, શ્વેતા ગુલાટી, અશ્વિની કાલેસ્કર અને અસરાની પણ હશે.
આ શોમાં જોની લિવર ડબલ રોલમાં જોવા મળશે. જેમાંનું એક પાત્ર પોલીસ કમિશનરનું તો બીજુ પાત્ર ટપોરીનું હશે. ખેર, જોની લિવર મોટા પડદે તો દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહ્યો છે. ટેલિવિઝનમાં એનો જાદુ કેટલો ચાલે છે. એ શો 'ઓનએર' થાય ત્યારે ખબર પડશે.