Connect Gujarat
ગુજરાત

ખેડા : કેરોસીન છાંટી કરાયો આત્મવિલોપનનો પ્રયાસ, પીવાના પાણીની સમસ્યાએ લીધું ઉગ્ર સ્વરૂપ

ખેડા : કેરોસીન છાંટી કરાયો આત્મવિલોપનનો પ્રયાસ, પીવાના પાણીની સમસ્યાએ લીધું ઉગ્ર સ્વરૂપ
X

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામે પીવાના

પાણીના પ્રશ્ને એક ઈસમ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને અટકાયત

કરવાની કાર્યવાહી કરતા પોલીસ તેમજ સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાવા પામ્યું હતું.

જેમાં એક પોલીસકર્મી સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હતી.

મહુધા તાલુકાના અલીણા ગામમાં ઇન્દિરાનગરમાં

પીવાના પાણીની સમસ્યાને લઈને એક રહીશ દ્વારા કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ

કરાતા પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા અટકાયત કરતાં મહિલાઓ સહિત

રહીશોએ હોબાળો મચાવ્યો હતો. લોકોએ પોલીસ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં

પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાવા પામ્યું હતું. હુમલામાં એક પોલીસકર્મી

તેમજ એક સ્થાનિક ઇજા થતા ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મામલો ઉગ્ર

સ્વરૂપ ધારણ કરવાની શક્યતાને લઇને જિલ્લાભરમાંથી પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી

દેવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે કોમ્બીંગની કાર્યવાહી હાથ ધરી લોકોની અટકાયત

કરવા તેમજ ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ હતી.

Next Story
Share it