"ગાના" મ્યુઝીક લવર્સ ગૃપ દ્વારા આયોજીત તોફાની વાયરામાં સંગીત પ્રેમીઓ હિલોળે ચઢશે

New Update
"ગાના" મ્યુઝીક લવર્સ ગૃપ દ્વારા આયોજીત તોફાની વાયરામાં  સંગીત પ્રેમીઓ હિલોળે ચઢશે

અંકલેશ્વર જીઆઇડીસી એઆઈએ હોલ ખાતે "ગાના" મ્યુઝીક લવર્સ ગૃપ દ્વારા ઉદ્યોગ મંડળનાં સહયોગ થી તારીખ 9મી સપ્ટેમ્બર શનિવારની રાત્રે 9 કલાકે સમુહ ગીત અને સુગમ સંગીતનો અદ્દભુત સમન્વયનો તોફાની વાયરા - 2, રંગ રંગ વાદળીયાનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

અંકલેશ્વર જીઆઇડીસીનાં સંગીત સાહિત્ય રસિકોનાં વૃંદ અને સંગીત પ્રત્યેની પ્રતિભાવોને પ્રોત્સાહિત કરતા "ગાના" મ્યુઝીક લવર્સ ગૃપ દ્વારા આયોજીત તોફાની વાયરા - 2,રંગ રંગ વાદળીયા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે ખાસ ઉપસ્થિત રહેશે.

ગાના મ્યુઝીક લવર્સ ગૃપ દ્વારા સ્થાનિક સંગીત પ્રતિભાવોને પ્રોત્સાહિત કરવા માટેનો આ સ્તુત્ય પ્રયાસ કરવામાં આવી રહયો છે,અને સંગીત રસિકો પણ "ગાના" લવર્સ ગૃપનાં પ્રયાસોને બિરદાવી રહ્યા છે.

Latest Stories