ગુગલ લોન્ચ કરશે મેસેજીંગ એપ એલો

New Update
ગુગલ લોન્ચ કરશે મેસેજીંગ એપ એલો

વિશ્વનું સૌથી મોટુ સર્ચ એન્જિન ગુગલ દ્વારા બુધવારે સ્માર્ટ મેસેજીંગ એપ ગુગલ એલો લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગુગલની આ એપમાં ખાસ નવા ફીચર્સનો ઉમેરો કરવામાં આવશે. જેમાં ઝડપી રિપ્લાય, ફોટો, ઇમોજીસ અને સ્ટીકર શેર કરવા માટેના વિકલ્પો વગેરેનો સમાવેશ થાય છે.

આ એપના કારણે યુઝર્સ સરળતાથી રિપ્લાય કરી શકશે. આ અંગે ગૃપ પ્રોડક્ટ મેનેજર અમિત ફુલેએ જણાવ્યુ હતુ કે આ એપ યુઝર્સને ચાલુ કન્વર્શેસનમાં સવાલોના જવાબ આપવામાં મદદ કરશે.

સવાલોના જવાબની સાથે ગુગલ એલો લેટેસ્ટ ન્યૂઝ, હવામાનની જાણકારી, ટ્રાફિક, સ્પોર્ટસ અને ફ્લાઇટની પણ જાણકારી પૂરી પાડશે.

યુઝર્સ ગુગલની મદદથી ફાર્મસીથી માંડીને એટીએમ સુધીની માહિતી આસાનીથી મેળવી શકશે. જેમાં બેન્ક, પાર્કિંગ, ગેસ સ્ટેશન અને ગ્રોસરી સ્ટોરની માહિતી તેમજ દિશાનો પણ નિર્દેશ કરશે.