ગુજરાતમાં ગઠબંધન થી બનાવશું સરકાર: છોટુભાઈ વસાવા

New Update
ગુજરાતમાં ગઠબંધન થી બનાવશું સરકાર: છોટુભાઈ વસાવા

ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાની જેડીયુનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદે વરણી થી કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. અને તેઓનાં નિવાસ્થાન માલજીપુરા ખાતે તેઓએ પત્રકારોને ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગેની રણનીતિ સંદર્ભે માહિતી આપી હતી.

ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાની જેડીયુનાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવતા તેઓનાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને પાર્ટીનાં કાર્યકર્તા તેમજ આદિવાસી સમાજ દ્વારા તેઓને શુભેચ્છા આપવામાં આવી હતી.

આ પ્રસંગે છોટુભાઈ વસાવાએ તેઓના નિવાસ્થાન માલજીપુરા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ચૂંટણી અંગેની પોતાની પ્રતિક્રિયા આપી હતી.

છોટુભાઈ વસાવાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા દેશમાં પ્રજા સાથે છેતરપીંડી કરવામાં આવી રહી છે. શૈક્ષણિક, આર્થિક, દરેક રીતે મુશ્કેલી વધી છે. તેમાંથી પ્રજાને બહાર લાવવાનાં પ્રયત્નો કરશુ. વધુમાં તેઓએ ગુજરાતમાં ગઠબંધ કરીને સરકાર બનાવવાનો દાવો પણ તેઓએ કર્યો હતો.