ગુજરાત હાઇકોર્ટે રાજ્યસભા ચૂંટણીનાં ઉમેદવાર અને ઈલેક્શન કમિશનને સમન્સ પાઠવ્યા

New Update
EVM અને VVPATમાં ખરાબી મુદ્દે ચૂંટણી પંચને નોટિસ ફટકારતી હાઇકોર્ટ

રાજ્યસભાની ચૂંટણીમાં બે ધારાસભ્યોનાં વોટ રદ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને બળવંતસિંહ રાજપૂતે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જે અંગે કોર્ટે ચારેય ઉમેદવારો અને ચૂંટણી પંચને સમન્સ પાઠવ્યા છે.

રાજ્યસભાની ચૂંટણી દરમિયાન સર્જાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ચૂંટણી પંચ દ્વારા ક્રોસ વોટિંગ કરનાર બે ધારાસભ્યોનાં મત રદ કરવામાં આવ્યા હતા, જેના કારણે ભાજપનાં ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતનો પરાજય થયો હોવાનું માનવામાં આવે છે, અને કોંગ્રેસનાં અહમદ પટેલનો વિજય થયો હતો.

બળવંતસિંહ રાજપૂતે ચૂંટણી પંચના આ નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો, અને સોમવારનાં રોજ હાઇકોર્ટે ભાજપનાં અમિત શાહ, સ્મૃતિ ઈરાની, અહમદ પટેલ અને ચૂંટણી પંચને સમન્સ પાઠવ્યા છે, અને આ સંદર્ભે હાઇકોર્ટમાં 21મી સપ્ટેમ્બરે સુનાવણી યોજાશે.