ગેઇલ ઇન્ડિયા-ગંધાર દ્ધારા સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરી

New Update
ગેઇલ ઇન્ડિયા-ગંધાર દ્ધારા સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરી
  • શેરી નાટક થકી સ્વચ્છતા રાખવા જાગૃતિ સંદેશો પાઠવ્યો
  • વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને આઠ હજાર સેનેટરી નેપકીન પેડ અને સાબુનું વિતરણ કરવામાં આવ્યું.

વાગરા સ્થિત ગેઇલ ઈન્ડિયા-ગંધાર દ્ધારા સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી.આઠ જેટલા ગામોની સ્કૂલોમાં અને લોકોમાં સ્વચ્છતા જાળવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શેરી નાટક રજૂ કરી સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.publive-imageદેશભરમાં કેન્દ્ર સરકાર દ્ધારા સ્વચ્છતા મિશન ઉપર સવિશેષ ભાર મુકવામાં આવ્યો છે.જેના ભાગરૂપે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસના આદેશ અનુસાર સ્વચ્છ ભારત અભિયાનની ઉજવણી ગેલ ઇન્ડિયા લિ. ગંધારે કરી હતી.ચોખ્ખાઈ સંદર્ભે લોકોમાં જાગૃતિ કેળવવા ગેલ કંપનીના સંચાલકોએ આઠ જેટલા ગામની સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને આઠ હજાર સેનેટરી નેપકીન પેડ અને સાબુનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સાથે સ્વછતા જાળવવા અંગે ગેલ કંપનીમાં કામ કરતા તમામ કર્મીઓને સી.જી.એમ અને પ્રભારી એસ કે મુશલગાવકરે એ શપથ લેવડાવ્યા હતા.

publive-imageસ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવા વડોદરાના કલાકારોએ સફાઈ શીર્ષક હેઠળ નુકકડ નાટક રજૂ કર્યું હતુ.સફાઈ ના પ્રથમ અક્ષર સ ઉપર થી સવિતા, જ્યારે બીજા અક્ષર ફ ઉપર થી ફાતેમાં અને ત્રીજા શબ્દ ઇ પર થી ઇના એવા હિન્દૂ, મુસ્લિમ અને ક્રિશ્ચિયન ના પાત્રો એ વિવિધ ધર્મો નું સંકલન કરી નાટક ભજવી સાચેજ ઉપસ્થિત લોકોને "સફાઈ" રાખવાના ફાયદા સમજાવવા સાથે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા.

આ તબક્કે ગેઇલ ઇન્ડિઆ લિમિટેડ કંપનીના સી.જી.એમ અને પ્રભારી અધિકારી એસ કે મુશલધાર, જી.એમ. બી સત્યનારાયણ ઉપસ્થિત રહ્યા હતા.સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીનું સફળ સંચાલન એચ.આર વિભાગના ચીફ મેનેજર રાકેશ ગુપ્તે અને સિ. મેનેજર કૌશિક શુકલા દ્ધારા કરવામાં આવ્યુ હતુ.