/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/10.jpg)
ગોધરા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પૂજા કરવામાં આવી. જેમા પોલીસ વડા સહિત અનેક અધિકારી, કર્મચારીઓ હાજર રહયા હતા.
દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનું વિશેષ મહત્વ હોવાથી અનેક સમાજના લોકો આ દિવસે શસ્ત્ર પૂજન કરે છે સાથે સાથે પોતાના ઘરના તમામ વાહનોને તિલક કરીને પૂજા કરતા હોય છે ત્યારે પંચમહાલ જીલ્લાના વડામથક ગોઘરા ખાતે પોલીસ હેડ ક્વાર્ટરમાં શસ્રપુજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ હાજર રહીને શસ્રોની પુજન અર્ચન સાથે આરતી પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા , જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષકો,મહિલા પોલીસ અધિકારીઓ,તેમજ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.