Connect Gujarat
ગુજરાત

ઘોઘંબા: શેરપુરા ગામમાં દિપડાના આગમન સાથે સર્જાયા ઉત્તેજના ભર્યા દ્રશ્યો

ઘોઘંબા: શેરપુરા ગામમાં દિપડાના આગમન સાથે સર્જાયા ઉત્તેજના ભર્યા દ્રશ્યો
X

ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામમાં વહેલી સવારમાં ઘૂસી આવેલા દિપડાએ ઓસરીમાં બેઠેલા બળવંતસિહ પરમાર ઉપર હુમલો કરતા બળવંતસિંહે બૂમાબૂમ કરી હતી. આ બૂમાબૂમ વચ્ચે હિંસક દીપડો બાજુના એક ઘરમાં દોડીને છુપાઈ ગયો હતો.

શેરપુરા ગામના રહિશોએ જે ઘરમાં દિપડો મહેમાન બનીને ઘૂસી ગયો હતો આ ઘરના દરવાજાઓ બંધ કરીને વન વિભાગ કચેરીને જાણ કરવાં આવી હતી વનવિભાગને જાણ થતા વેંત શેરપુરા ગામમાં દિપડાને ઝબ્બે કરવા માટે દિલધડક સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હતું. પરંતુ ચબરાક દિપડો બંધ મકાનની બારી માંથી પાછલા રસ્તે કુદીને રવાના થઈ ગયો હોવાના ઉત્તેજના સભર આ સર્ચ ઓપરેશનનો ખાલી હાથે અંતે આવ્યો હતો.

શેરપુરા ગામમાં વહેલી સવારના અંદાજે ૬ વાગ્યાના અરસામાં દિપડાના આગમન સાથે સર્જાયેલા ભયભીત ઉત્તેજના સભર દ્રશ્યો વચ્ચે કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન અંગે જાણવા મળ્યા મુજબ દીપડાએ સૌ પ્રથમ ઓસરીમાં બેઠેલા અંદાજે ૪૦ વર્ષના બળવંતસિંહ અમરસિંહ પરમાર ઉપર અચાનક હુમલો કરીને બાવળુ પકડવાનો પ્રયાસ કરતા બળવંતસિંહ પરમારે પણ સામે સ્વ બચાવ કરીને હિમતભેર સામનો કરતા ગભરાઈ ગયેલ આ ખૂંખાર દિપડો બાજુના એક ઘરમાં ઘૂસી ગયો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="102319,102320,102321,102322,102323,102324,102325"]

આ મહેમાન બનીને આવેલા દિપડાને જોતાવેત ઘરના સભ્યો બહાર દોડીને આવી ગયા અને દરવાજાઓ બંધ કરી દિધા હતા. શેરપુરા ગામમાં આવેલા દિપડાને એક ઘરમાં સલામત બંધ કરી દેવામાં આવ્યો હોવાના સંદેશાઓ સાંભળતા વેંત ધોધંબા તાલુકા અને આસપાસના વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તાત્કાલીક દોડી આવ્યો હતો. ઉપરાંત દામાવાવ સમેત ઘોઘંબા પોલીસ તંત્ર પણ શેરપુરા ગામે પહોંચ્યું હતું.આ ઘરમાંથી હિંસક દિપડાને સલામત બાર કાઢવા માટે વન વિભાગ દ્વારા ઘરની ચારે તરફ મજબૂત નેટની આડસો કરીને દરવાજા પાસે પાંજરું મુકીને ઘરના દરવાજા ખોલ્યા હતા પરંતુ કલાકો સુધી દિપડો બહાર આવે એવા કોઈ સંકેતો કે એંધાણો દેખાયા ન હતા.

અંતે દિપડાના સર્ચ ઓપરેશનનુ રેસ્કયુ માટે આવેલા કર્મચારીઓએ મજબૂત લાઈફ જેકેટો જેવા સુરક્ષા બખ્તરો ધારણ કરીને શોધખોળ અભિયાન હાથ ધર્યુ હતું.પરંતુ આ દિપડો પોતાની તાકાતનો પરચો દેખાડી પાછલા ભાગે આવેલ બારી માંથી ભાગી છુટયો હોવાના પુરાવાઓમાં શરીરના વાળ ઘસાયેલા મળી આવ્યા હતા.આ જોયા બાદ ઘરના પાછળના રસ્તે દિપડાના પંજાઓના પગલાઓ દેખાતા આ ખૂંખાર દિપડાએ જંગલનો રાહ અપનાવીને રવાના થયો હોવાના સંદેશાઓમાં રેસ્ક્યુ ઓપરેશનનો અંત આવ્યો હતો.

Next Story
Share it