છોટાઉદેપુર જીલ્લાના બોડેલી અને જબૂગામની  સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને મોહદીસે આઝમ મિશન દ્વારા ફ્રુટનું વિતરણ કરાયું હતું.

મહોરમ પર્વ નિમિત્તે બોડેલી ખાતે દર વર્ષે મહોદીસે આઝમ મિશન દ્વારા હોસ્પીટલોમાં જઇ ફ્રુટનું વિતરણ કરવામાં આવે છે. હોસ્પીટલમાં તમામ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરી કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા.

મહોદીસે આઝમ મિશન બોડેલી  બ્રાંચ  દ્વારા કરવામાં આવેલ ફ્રુટ વિતરણ કાર્યક્રમના આયોજનમાં સૈયદ મોઇનબાવા  તેમજ મોહદીસે આઝમ મિશનના સભ્યોએ મોહરમની અનેરી ઉજવણી કરી હતી. ઇસ્લામી મહોરમ મહિનાની દશ તારીખ યૌમે આશુરાની ખાશ નમાઝ અદા કરવામાં આવી હતી અને ત્યાર બાદ દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયુ હતુ.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here