જંબુસર: કમોસમી વરસાદના કારણે ખેતીને નુકશાન

વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા, ખેતરના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી દરમિયાન રાજયના અનેક શહેરો અને વિસ્તારમાં
વરસાદ વરસ્યો હતો. જેમાં જંબુસર શહેરમાં નવા વર્ષની શરૂઆતના બીજા દિવસે વીજળીના
કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
જંબુસર શહેર અને તાલુકામાં રાત્રીના સમયે તોફાન અને ભારે પવન સાથે ભારે વરસાદ
પડતા મકાનોના છાપરા ઉડ્યા હતા. સતત કલાક સુધી અવિરત વરસાદે નીચાણવાળા વિસ્તારોમાં
પાણી-પાણી કરી દીધું હતું.
ભારે પવન સાથે વરસાદ પડતા કલાકો સુધી વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. વરસાદના પાણીનો ચોક્કસ નિકાલ ન હોવાથી રેફરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ જતા હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જયારે નવ નિર્મિત બનેલ એસ.ટી.ડેપોમાં પણ પાણી ભરાયા જોવા મળ્યા છે. અને
જંબુસરની જનતાને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
એક તબબકે વરસાદને પગલે ખેડૂતોના જીવ તાળવે ચઢયા હતા. કમોસમી વરસાદથી ખેતરના
ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.