New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/492895-dalbir-singh-pti_L.jpg)
ભારતીય સૈન્યના ચીફ જનરલ દલબીર સિંહ તેમની 43 વર્ષની સેવા આપ્યા બાદ શનિવારના રોજ નિવૃત થયા હતા. તેમણે લશ્કરને મુક્ત હાથે કામગીરી હાથ ધરવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલ સપોર્ટ બદલ આભાર માન્યો હતો.
જનરલ દલબીર સિંહ ટૂંક સમયમાં તેમના અનુગામી જનરલ બિપીન રાવતને ચાર્જ સોંપશે.
જનરલ દલબીર સિંહે જણાવ્યુ કે હું દેશના શહીદોએ આપેલ બલિદાનને સલામ કરુ છુ,તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારને મુક્ત હાથે ઓપરેશન હાથ ધરવામાં સપોર્ટ આપવા બદલ તેમજ ભૂતપૂર્વ સર્વિસમેન માટે એક ક્રમ એક પેન્શન (OROP) આપવા માટે આભાર માનુ છુ.
આ પ્રસંગે ભારતીય ભૂમિ સેનાની તાકાતની પ્રશંસા કરતા તેમણે જણાવ્યુ હતુ કે ભારતીય ભૂમિ સેના વિશ્વમાં શ્રેષ્ઠ અને મજબૂત લશ્કર છે.આપણા સૈનિકો બહાદુર છે અને તેની સાથે અમારા પણ નેતાઓ સક્ષમ છે.