જમ્મુ અને કાશ્મીરમાં દેશનો કોઇ પણ નાગરિક હવે સંપત્તિ ખરીદી શકશે

New Update
જમ્મુ અને કાશ્મીરમાં દેશનો કોઇ પણ નાગરિક હવે સંપત્તિ ખરીદી શકશે

દેશભરમાં સોમવારના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35- એ હટાવી લેવાનો મુદો ચર્ચામાં રહયો હતો. કલમ 370 અને 35 - એ શું છે તેના વિશે નિહાળો કનેક્ટ ગુજરાતની વિશેષ રજુઆત.

ભારત દેશની આઝાદી સમયે જમ્મુ અને કાશ્મીર ભારતનો ભાગ ન હતાં. આવા સંજોગોમાં રાજ્ય પાસે બે વિકલ્પો હતા કે એક તો એ ભારતમાં જોડાય અથવા તો પછી પાકિસ્તાનમાં ભળી જાય. જમ્મુ કાશ્મીરના મોટાભાગના લોકો પાકિસ્તાનમાં જોડાવવા માંગતા હતા. પણ તત્કાલિન શાસક હરિસિંહનું ભારત તરફી વલણ હતું. તેમણે કાશ્મીરનો વિલય ભારતમાં કરવાનું નકકી કર્યું હતું. વિલય કરતી વખતે તેમણે 'ઈસ્ટ્રમેંટ ઓફ એકંસેશન' નામના દસ્તાવેજ પર સાઈન કર્યા હતા. જેનુ માળખુ શેખ અબ્દુલ્લાએ તૈયાર કર્યુ હતું. ત્યાર પછી ભારતીય બંધારણના અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવ્યો હતો.

શેખ અબ્દુલ્લાને તત્કાલીન ભારતીય પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ જમ્મુ કાશ્મીરના પ્રધાનમંત્રી બનાવી દીધા હતા. 1965 સુધી જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલના સ્થાને સદર-એ-સિયાસત અને મુખ્યમંત્રીના સ્થાને પ્રધાનમંત્રી હતા. કલમ 370ને કારણે જ જમ્મુ કાશ્મીરનો પોતાનો જુદો ઝંડો અને પ્રતિક ચિહ્ન પણ છે. કાશ્મીરમાં કેન્દ્રના કાયદાઓ લાગુ પડતા નથી. ભારતના બધા રાજ્યોમાં લાગૂ થનારા કાયદા આ રાજ્યમાં લાગૂ નથી થતા. ભારત સરકારે ફક્ત રક્ષા, વિદેશ નીતિ નાણાકીય અને કમ્યુનિકેશન જેવી બાબતોમાં જ દખલગીરી કરી શકે છે.

આ ઉપરાત સંઘ અને સમવર્તી યાદી હેઠળ આવનારા વિષયો પર કેન્દ્ર સરકાર કાયદો નથી બનાવી શકતી.રાજ્યની નાગરિકતા, પ્રોપર્ટીની ઓનરશિપ અને અન્ય બધા મૌલિક અધિકાર રાજ્યના અધિકારક્ષેત્રમાં આવે છે. આ બાબતોમા કોઈ પ્રકારનો કાયદો બનાવતા પહેલા ભારતીય સંસદે રાજ્યની અનુમતિ લેવી જરૂરી છે. જુદી પ્રોપર્ટી ઓનરશિપ હોવાને કારણે કોઈ બીજા રાજ્યને ભારતીય નાગરીક જમ્મુ કાશ્મીરમાં જમીન કે અન્ય પ્રોપર્ટી ખરીદી શકતા નથી.આ સાથે જ ત્યાના નાગરિકોની પાસે બેવડી નાગરિકતા હોય છે. એક નાગરીકતા જમ્મુ કાશ્મીરની તો બીજી ભારતની હોય છે. અહી બીજા રાજ્યના નાગરિક સરકારી નોકરી મેળવી શકતા નથી. હવે કલમ 370 રદ થતાં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રાજયનો દરજજો દુર થયો છે. જમ્મુ અને કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. દેશનો કોઇ પણ નાગરિક હવે જમ્મુ અને કાશ્મીરમાં સંપતિની ખરીદી કરી શકશે. કેન્દ્ર સરકારનો દાવો છે કે, જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની જતાં હવે વિકાસના નવા દ્વારા ઉઘડશે અને જમ્મુ અને કાશ્મીર વિકાસની નવી ક્ષિતિજો હાંસલ કરશે.