જમ્મુ અને કાશ્મીર રાજયમાંથી હવે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી સૈન્યની હલચલ વધી જતાં કંઇ નવા જુનીના એંધાણ વર્તાઇ રહયાં હતાં. આજે સોમવારના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી ધારા 370 અને કલમ 35- એ હટાવી લેવાની જાહેરાત કરી હતી. મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયને પગલે જમ્મુ અને કાશ્મીર રાજયમાંથી હવે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે.લડાખને પણ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજજો આપવામાં આવ્યો હોવાથી દેશમાં કેન્દ્ર શાસિત પ્રદેશની સંખ્યા વધીને 8 થઇ છે.
જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા એક મહિનાથી સૈન્ય હિલચાલ વધી હતી અને 10 હજાર વધારે સૈનિકો તૈનાત કરાયાં હતાં. જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલાં રાજકીય સસ્પેન્સનો સોમવારના રોજ અંત આવ્યો હતો. કેન્દ્રની મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી ધારા 370 અને કલમ 35- એ હટાવી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજયસભામાં આની જાણકારી આપી હતી. ધારા 370 હટી જતાં હવે જમ્મુ અને કાશ્મીરે રાજયનો દરજજો ગુમાવી દીધો છે અને તે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે. લડાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજજો આપવામાં આવ્યો છે. ભાજપે લોકસભાની ચૂંટણીના ઢંઢેરામાં કાશ્મીરમાંથી ધારા 370 હટાવી લેવાનો વાયદો કર્યો હતો જે આજે સોમવારના રોજ પુરો થયો હતો. કેન્દ્ર સરકારના નિર્ણયના પગલે દેશભરમાં રાજકીય ધમાસાણ શરૂ થઇ ગયું છે.
હવે આપણે સમજીએ કે કેન્દ્ર શાસિત પ્રદેશ શું હોય છે. કેન્દ્રશાસિત પ્રદેશ એ ભારતનો રાજકીય ભાગ છે. રાજ્યોની જેમ પોતાની ખુદની સરકાર ચૂંટી કાઢવાને બદલે તેનું સંચાલન કેન્દ્ર સરકાર જાતે કરતી હોય છે. દેશમાં કેન્દ્ર શાસિત પ્રદેશો વિશે પણ અમે આપને જાણકારી આપી રહયાં છીએ. ૨૦૦૫ના વર્ષ પ્રમાણે ભારતમાં કુલ ૬ (છ) કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે. જેમાં અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ, ચંડીગઢદાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લક્ષદ્વીપ અને પૉંડિચેરીનો સમાવેશ થાય છે. હવે આ યાદીમાં જમ્મુ અને કાશ્મીર તથા લદાખનો પણ સમાવેશ થઇ ગયો છે.
કેન્દ્ર સરકારના નિર્ણયના પગલે દેશમાં ચાલી રહેલી રાજકીય સ્થિતિ વિશે આપને જણાવીએ તો રાજયસભામાં પીડીપીના સાંસદોએ કપડા ફાડી વિરોધ કર્યો હતો. રાજયસભામાં હજી ચર્ચા ચાલી રહી છે અને તે દરમિયાન શેમ શેમના નારાઓ સાંભળાવા મળી રહયાં છે. બીજી તરફ ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કેન્દ્ર સરકારના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કાનવા ગામ નજીકથી રૂ. 4.99 લાખથી...
27 Jun 2022 11:58 AM GMTભરૂચ: સ્ટેશન રોડ પર વધુ 3 દુકાનોને તસ્કરોએ બનાવી નિશાન, પોલીસ...
27 Jun 2022 11:53 AM GMTઅમદાવાદ: રથયાત્રામાં પધારવા PM મોદીને પાઠવાયું નિમંત્રણ, રૂ.1.5 કરોડનો ...
27 Jun 2022 11:46 AM GMTભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે...
27 Jun 2022 11:03 AM GMTભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMT