/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/Tiger-Shroff-images-hd.jpg)
ફિલ્મ મેકર કરણ જોહરે સોમવારે વર્ષ 2012ની હીટ ગયેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'ની સિક્વલ બનાવવાની જાહેરાત કરી હતી.કરણ ના જણાવ્યા અનુસાર ફિલ્મની સિક્વલમાં ટાઇગર શ્રોફ મુખ્યભૂમિકા ભજવશે.
આ વાત કરણે ટ્વિટરના માધ્યમથી જણાવી હતી. કરણે 'સ્ટુડન્ટ ઓફ ધ યર'ના સિકવલમાં ટાઇગરને લેવાની વાત પણ કરી હતી.
ટાઇગર શ્રોફ હાલમાં પોતાની ફિલ્મ 'ફ્લાઇંગ જટ'ની રીલિઝ માટે રાહ જોઇ રહ્યો છે. ટાઇગરે 'સ્ટુડન્ટ ઓફ ધ યર'ની સિક્વલમાં પસંદગી બદલ ખુશી વ્યક્ત કરી હતી.
2012માં રિલીઝ થયેલી 'સ્ટુડન્ટ ઓફ ધ યર' દ્વારા વરૂણ ધવન, સિધ્ધાર્થ મલહોત્રા અને આલિયા ભટ્ટે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. આજે ત્રણેય ટોચના સ્થાન પર છે.
સિધ્ધાર્થ મલહોત્રા પણ સિક્વલની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. તેણે પણ આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું હતું.
ધર્મા પ્રોડક્શન અને શાહરૂખ ખાનના પ્રોડક્શન બેનર રેડ ચીલી હેઠળ તૈયાર થનારી ફિલ્મનું ડાયરેક્શન પુનિત મલહોત્રા કરશે.