New Update
ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન
સ્થાપના દિવસની ઉજવણી કરાય
ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન
આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત
ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા
વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં ભવ્ય ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે ભરૂચ શહેરમાં શંભુ ડેરી નજીક આવેલ રેવા સેવા સમન્વય સમિતિ સંઘ કાર્યાલય ખાતે ભક્તિભાવથી સત્યનારાયણ ભગવાનની પાવન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાવન પ્રસંગે
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ,મુક્તેશ્વર સ્વામી, વાલ્મિકી સમાજ ઘોઘારાવ મંદિરના ગાદીપતિ જય મહારાજ, રમેશ રાવલ,વીએચપીના ધર્મેશ પટેલ, જિલ્લા મંત્રી રાહુલ પટેલ, શહેર પ્રમુખ હેમંત જાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1964માં સ્થાપિત થયેલી વિશ્વ હિન્દુ પરિષદે છેલ્લા છ દાયકાથી વધુ સમયગાળામાં સમાજ સમરસતા, ધાર્મિક જાગૃતિ, ગૌસંરક્ષણ, સેવા કાર્યો તેમજ રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રે અવિરત યોગદાન આપ્યું છે.
Latest Stories